નામ:- પરમાર સેજલબેન રણછોડભાઈ
રોલ નં:- 38
પદ્ધતિ:- 1.English
2.ગુજરાતી
સમસ્યા:- બાળકના નું બીજા બાળક કરતાં અલગ વર્તન
માર્ગદર્શક:- મનીષ ભાઈ ત્રિવેદી
સંસ્થાનું નામ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર, ભાવનગર
વિદ્યાર્થીનું નામ:- સુજલ કુમાર
ધોરણ:-6
વર્ગ:- અ
રોલ નં:-15
શાળાનું નામ:- નવાગુંદાળા પ્રાથમિક શાળા- ગુંદાળા
બાળક નું વર્તન:-
બાળક નું વર્તન શાળા મા ખૂબ જ ખરાબ હતું બધા જ તેને નકરતા હતાં સુજલ શાળા મા કોઈનું માનતો ન હતો. શાળા ના શિક્ષકો તેની સંભાળ રાખતા ન હતાં. એક દિવસ મેં તેને વર્ગ કાર્ય કરવાનું કહ્યું તો તેને એ વર્ગ કાર્ય ન કર્યું અને આદિ નઝરે વર્ગ ને નિહાળતો રહ્યો. મેં વર્ગ શિક્ષક ને વાત કરી કે આ બાળક નું વર્તન કેમ આવું છે તો તે શિક્ષક એ કહ્યું ઈ જેમાં કરે એમ કરવા દયો એને વધારે બોલાવશો નહીં ઈ ક્યારે શું કરે એની કોઈને ને ખબર હોતી નથી. આ વાત અહીંયા પુરી થઈ.
શાળા ના બાળકો નું સુજલ માટે વર્તન:-
શાળા ના બાળકો સુજલ ને બોલાવતા ન હતાં અને એના થી દૂર દૂર રહેતા હતાં આ બધું મેં નોટિસ કર્યું. ત્યાર બાદ શાળા ના બાળકો સુજલ ની ફરિયાદ લય ને અમારી પાસે આવતા તો મને પણ એમ લાગતું કે કદાચ સુજલ નો વાંક હોય શકે. પરંતુ મેં સુજલ ને કઇ ના કીધું કેમ કે મારે જાણવું હતું કે સુજલ કેમ આવું વર્તન ધરાવે છે.
એક દિવસ હું શાળા ના ગેટ પાસે પોહચી તો સુજલ ને લેવા માટે બે ભાઈ આવેલા હતાં તેમાંથી એક એના પપ્પા હતું ન એક કોક બીજા ભાઈ હતાં અને સુજલ ને શાળા ઈ મૂકી ગયા. સાંજે ફરી સુજલ ને લેવા માટે તે જ બે ભાઈ આવ્યા. અમને સવાલ થયો કે લેવા માટે કોઈ એક માણસ આવે અને સુજલ ને લેવા માટે કેમ બે માણસો આવે છે...?
થોડા જ દિવસો મા અમને વાંચન, ગણન અને લેખન ના કાર્ય મા મોકલી દીધા જેમાં અમારે એવા બાળકો ને ભણાવવા ના હતાં જે ભણવામાં સાવ નબળા હોય. આ કાર્ય મા સુજલ પણ હતો કેમ કે કોઈ પણ શિક્ષક એ સુજલ પર ધ્યાન દીધું ન હતું. સુજલ સાવ એકલો મહેસુસ કરતો હોય એવુ એના ચહેરા પરથી લાગતું હતું. તાલીમાર્થી બેનો તરફ થી એને જે કાર્ય આપવામાં આવે તે કાર્ય તે કરતો જ નહીં.
એક દિવસ મેં ગુસ્સા થી સુજલ ને કીધું કે સુજલ આમ નહીં ચાલે તારે આપેલું કાર્ય કરવું પડશે નહિતર તું આજ વર્ગ મા રહી જઈશ અને તારા વર્ગ ના બીજા વિદ્યાર્થી તને મૂકી ને આગલા વર્ગ મા જતા રહેશે.
એક દિવસ રીસેસ મા એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો ન બોલ્યો કે મેમ સુજલ ગાળું બોલે છે તો મને માં થયું કે સુજલ ક્યારેય કઇ બોલતો નથી અને ઈ ગાળું કેવી રીતે બોલી શકે. ત્યાર બાદ મેં સુજલ ને પૂછ્યું કે સુજલ ગાળું ના બોલાય. ઈ ખરાબ આદત કેવાય. તયારે પણ સુજલ એક શબ્દ ના બોલ્યો અને નીચે જોઈએ લખવાં લાગ્યો. ત્યારબાદ બીજા બાળકે કર્યું કે મેમ સુજલ મારે છે બધા ને તો મેં સુજલ ને કીધું કે કેમ ભાઈ બધા ને મારે છો તો સુજલ એ જવાબ આપ્યો કે મેમ ઈ મારાં નાસ્તા મા ધૂળ નાંખે છે.
પછી ધીરે ધીરે સમજાણું કે અસલ મા બીજા બાળકો ના વર્તન ના કારણે અને શિક્ષકો ની બેદરકારી ના કારણે સુજલ સાવ ગુમસુમ બાળક બની ગયો છે
સુજલને સમજાવવાનો પ્રયત્ન:-
શાળા ના બાળકો ને કહ્યું કે સુજલ ને આજ પછી કોઈ હેરાન નહીં કરે એની સાથે ખરાબ વર્તન કરનાર ના વાલી ને શાળા એ બોલાવવામાં આવશે. સુજલ ને અહેસાસ થયો કે તાલીમાર્થી બહેનો મને સમજે છે એટલે તે ધીરે ધીરે અમારી સાથે વાત કરવા લાગ્યો. અને ત્યારબાદ મેં સુજલ ને પેલ્લી વાર હસતા જોયો. મેં શાળા ના બીજા બાળકો ને કહ્યું કે સુજલ સાથે ખરાબ વર્તન કરવાનું કારણ શું છે?
સુજલ સાથે શાળા ના બાળકો દ્વારા ખરાબ વર્તન નું કારણ:-
સુજલ ના પપ્પા દારૂ નો ધંધો કરતાં હતાં તેથી શાળા ના બીજા બાળકો તેને બોલાવતા ન હતાં અને સુજલ સાથે ખરાબ વર્તન કરતાં હતાં.
સુજલ માટે એક નવી શરૂઆત:-
સુજલ વર્ગ મા બીજા બાળકો સાથે વાતચીત કરવા લાગ્યો કારણ કે એને સમજાણું કે મને સમજવાવાળા કોક છે મારી માટે. વર્ગ ના વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આમાં સુજલ નો કોઈ વાંક નથી સુજલ એક તમારી જેમાં શાળા એ આવતો બાળક છે એની સાથે રમો, નાસ્તો કરો, એને હેરાન ન કારો.
બાળકો એ અમારી વાત સમજી અને સુજલ સાથે સરખી રીતે રેવા લાગ્યા. સુજલ તેથી હસવા લાગ્યો, શાળા મા બોલવા લાગ્યો, અને વર્ગ મા શાંતિ થી બેસી ને કાર્ય કરવા લાગ્યો.
સમાપન:-
સુજલ ને લાગણી ની જરૂત હતી તેને પણ બીજા બાળકો કેમ રહેવું હતું. જો શાળા ના બીજા શિક્ષકઓ ઈ સુજલ માટે થોડું વિચાર્યું હોત તો સુજલ ગુમસુમ ના રેત.