Saturday, January 1, 2022

ક્રિયાત્મક સંશોધન (Action Research)

 



 તાલીમાર્થીનું nam:- પરમાર સેજલબેન રણછોડભાઈ

રોલ નં:- 38

સેમ:- 3 Second year 

પદ્ધતિ :-  1 English

2. ગુજરાતી

માર્ગદર્શક:- મહેશભાઈ ચુડાસમા

સંસ્થાનું નામ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - સીદસર, ભાવનગર

સમસ્યા:- આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વિધાર્થીની ઉપર પડતી ઘરકામ/મજૂરી ની અસર         






        










                                                 અનુક્રમણિકા 


1. અનુક્રમણિકા

2. ક્રિયાત્મક શંશોધનની સંકલ્પના અને લક્ષણો

3. ક્રિયાત્મક શંશોધનનું મહત્વ, મર્યાદા અને સોપાનો

4. સમસ્યા પસંગી

5. સમસ્યા ક્ષેત્ર

6. સમસ્યાના સંભવિત કારણો

7. પાયાની જરૂરી માહિતીઓ

8. ઉત્કલ્પના તથા પ્રયોગની રૂપરેખા

9. મૂલ્યાંકન

10. તારણ અને પરિણામ, અનુકાર્ય, ઉપસંહાર

11. સંદર્ભરુચિ

12. પ્રયોગપાત્ર વિદ્યાર્થીની યાદી

13. મારાં અનુભવો તથા મેં અનુભવેલા અન્ય સમસ્યા

14. આભાર


પ્રસ્તાવના:-

              શિક્ષણનાં સામાન્ય નિયમો ને ધ્યાન મા રાખી કે પાયામાં રાખી કોઈ એક સમસ્યા પરત્વે કોઈ નવીન સત્ય કે મૂલ્ય તેના નિરાકરણ માટે શોધવામાં આવે ત્યારે તે નવીન સત્ય કે મૂલ્ય શોધવાની પ્રક્રિયા શિક્ષણ મા ક્રિયાત્મક સંશોધન નાં નામે ઓળવામાં આવે છે.

              શિક્ષક પોતાના વર્ગખંડ નાં શિક્ષણકાર્ય અને શાળા ની પ્રવૃત્તિઓમા કેટલીક સમસ્યા અનુભવે છે આવી સમસ્યા નું નિરાકરણ વેજ્ઞાનિક ઢબ દ્વારા કરવામાં આવે છે.

સંકલ્પના:-

              ક્રિયાત્મક સંશોધન એ પ્રાથમિક કક્ષા નું સંશોધન છે જે વર્ગખંડ ની અંદર અથવા બહાર સમસ્યાઓનો ઉકેલ કરવા માટે આ સંશોધન કરવામાં આવે છે

              ક્રિયાત્મક સંશોધન એ  શિક્ષકો, શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે

              આ સંશોધન મુખ્ય હેતુ શાળા ની કાર્ય પદ્ધતિ સુધાર અને વિકાસ કરવો.

                                                                                                              -ડૉ સ્ટીફન કોરે

              ક્રિયાત્મક સંશોધન એ તો શિક્ષણ ક્ષેત્રે ની નાની સિંચાઈ યોજના છે

                                                                                                           -ડૉ ગુણવંત શાહ


ક્રિયાત્મક સંશોધન નાં લક્ષણો:-

શિક્ષકનાં કાર્યમા રોજબરોજ ઉદભવતી સ્થાનિક સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ.

વ્યક્તિગત કે જૂથમાં થતું સંશોધન.

સમસ્યાઓનાં કારણો અને નિવારણ વિષે પદ્ધતિનું અધ્યન

ટૂંકાગાળાનું સંશોધન

ઉપચારાત્મક કાર્યનાં ભાગરૂપે હાથ ધારાતું સંશોધન.

શિક્ષકોનું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન.

વ્યાપ વિશ્વ વર્ગખંડ કે શાળા સુધી.

ક્રિયાત્મક સંશોધન નું મહત્વ:-

વર્ગખંડ શિક્ષણમાં સુધાર

શાળા વ્યવસ્થાનમા સુધાર

શિક્ષક નું માર્ગદર્શન, કાર્ય, પદ્ધતિ, પોતાના નિર્ણયો, ધારણાઓ, માન્યતાઓ અને અભિગમ વગેરે બદલવા માર્ગદર્શક.

શિક્ષક પોતાના શિક્ષણકાર્યને વધુ પરિષ્ક્રુત, અસરકારક, કાર્યક્રમ અને સંગીન બનાવી શકે.

શિક્ષણમાં ગુણાત્મક સુધારામાં વધારે ઉપયોગી.

સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ યોગ્ય.

સમયગાળો ટૂંકો હોવાથી સમસ્યાઓનું તાત્કાલિક ઉકેલ મળે છે.

વિધાર્થીઓનાં વર્તનમાં અપેક્ષિત પરિવર્તન.

સંસ્થાનાં કાર્યકરો સાવહિતા, ઉત્સાહ અને નવ વિચાર પરિવર્તનનું પર્યાવરણ જન્મે છે.


વિદ્યાર્થીની નામ :-

જયા

પૂજા


સમસ્યા:- 

પૂજા એ મોટી બેન છે અને જયા નાની બેન છે. ઘરની 90% જિમ્મેદારી પૂજાની છે કેમ કે પૂજાનાં માતા મજૂરી કરે છે અને રોજનું લાવી ને રીજ જમે છે આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે કામ કરવું મજબૂરી છે. પૂજા 6 ધોરણ મા ભણે છે અને તે ઘરનું બધું જ કામ કરે છે. રસોઈ ની જિમ્મેદારી પણ પૂજા ઉપર જ છે. જિમ્મેદારી નાં કારણે પૂજા નો અભ્યાસ સાવ નબળો છે કેમ કે પૂજાને આખો દિવસ કામ કરવું પડે છે. ઘણીવાર પૂજાનાં માતા શાળા એ આવી પૂજા ને ઘરકામ કે પછી ઘરનું ધ્યાન રાખવા માટે લય જતા હતાં.


રજા નાં દિવસો મા મજૂરી:-

જયા અને પૂજા ને મેં પૂછ્યું કે કેમ આજે લેસન નથી લાવ્યા તો બન્ને બેનો એ જવાબ આપ્યો કે મેમ અમે વાડીયે કપાસ વીણવા ગઈ હતાં. દરેક શનિ રવિ અમે વાડીયે કામ કરવા જવી. એટલે અમારા ઘરે વાપરવાના પૈસા આવે.


પૂજાનાં માતા સાથેનો સંપર્ક:-


પૂજા નાં માતા એક વાર શાળા એ આવ્યા. અને કહ્યું કે પૂજા ને ઘરે મોકલો મેં પૂછ્યું કે કેમ વારંવાર પૂજા ને લય જાવ છો આનાથી પૂજા નાં અભ્યાસ પર બોવ જ ખરાબ અસર પડે છે. તો તેની માતા એ કહ્યું કે બેન અમે ગરીબ છીએ તકનું લાવી ને ખાવી છીએ. તોય મારાં પ્રયત્નો આ બન્ને બેનો ને ભણાવવાની જ છે.


મારાં અનુભવો:-

મેં આ શાળા મા જોયું કે એક જ ઘરની બે દીકરીઓ શાળા મા અભ્યાસ કરતી હોય તો બન્નેમાંથી એક બેન ઉપર ઘરની જવાબદારી મુકવામાં આવે છે. અને નિયમો અનુસાર ઘરની મોટી દીકરીને જ આ ફરજ બજાવવાની ફરજ પડે છે. ઘરનું કોઈ પણ કામ હોય વિદ્યાર્થીની નાં વાલી શાળા એ આવે અને મોટી દીકરીને ઘરના કામ માટે લય જતા. વિધાર્થીની નાં જીવન સાથે ખિલવાડ કરવામાં આવતો. અને એ પણ જોવા મળ્યું કે એક ઘરની બે દીકરીઓ હોય તો નાની મોટી એમ બન્ને બેનો ને એક સાથે શાળાએ બેસાડવામાં આવે છે. ભલે પછી મોટી દીકરી નું એક વર્ષ બગડે.


સમસ્યાનાં સંભવિત કારણો:-

આર્થિક પરિસ્થિતિ નબળી

કામ નો બોજ

માતા ઘરેજ ન હોવાથી દીકરી પર ઘર કામની જેમ્મેદારી



વિધાર્થીનું નામે 

ધોરણ 

વર્ગ 

સમસ્યા 

સમસ્યાનું પ્રમાણ %

સુધારો %


પૂજા 

6

બ 

અભ્યાસ નબળો 

95%

50%


જયા 

6

બ 

મજૂરી કરવી 

80%

30%





ઘરકામ કરવું 

99.99%

70%





વાડીયે જવુ 

40%

10%





મહેમાન આવે ત્યારે શાળાએથી ઘરે જવુ  

70%

20%





નાના ભાઈ બહેનની જેમ્મેદારી 

100%

110%





શનિવારે અને રવિવારે કપાસ વીણવા જવુ 

6%

30%





મોટી બહેન તરીકે ઘર સાચવવું 

90%

20%





રસોઈ ની જેમ્મેદારી 

100%

50%





પિતાની કમાણી નબળી હોવાથી ઘરનું તંત્ર અસ્તવ્યસ્ત 

100%

10%





શાળા એ સમયસર નં આવવું 

9%%

30%





શાળાએથી છૂટી ને ઘરકામ કરવું તેથી લેસન નં થવું 

100%

60%