હું અને મારો અનુભવ
મારી જિંદગી નો એક નવો અનુભવ શરુ થયો હતો 2018 માં. એક એવી દુનિયા માં મેં પગ મુક્યો જ્યાં જીવન જીવવાની એક અલગ જ મજા હતી. મારાં શરૂઆતનાં દિવસો તો એ જગ્યા ને ઓળખવા માં અને જાણવામાં જ ગઈ. શું શીખવું અને શું નાં શીખવું એ જ ખબર નાં પડે. અઘરું પણ લાગે અને જાણવાની ઈચ્છા પણ થાય.
2018 માં મોબાઈલ મારી જિંદગી માં નવી જ રીતે સામે આવ્યો. મારાં માટે મોબાઈલ એક મનોરંજન ની વસ્તુ હતી. એ જ મનોરંજનની વસ્તુ ક્યારે જીવનનો એક અગત્યનો ભાગ બની ગઈ ખબર જ નાં રહી. 2018 થી લય ને અત્યાર સુધી મોબાઈલ મારી જિંદગી માં મનોરંજન કરતાં વધારે ભણવાનું સાધન વધારે બની ગયું છે.
અંગ્રેજીભવન માં મેં મારી જિંદગી ની શરૂઆત કરી ત્યારે એમ થયું કે એક નવી જિંદગી મળી ગઈ અહીંયા હું મારી એક અસ્તવ્યસ્ત જિંદગી ને એક નવી રીતે જીવવાની શરૂઆત કરીશ. બોવ બધી ઉમ્મીદ અને સામે એટલું જ સંઘર્ષ.
અંગ્રેજીભાન નાં સર જેટલાં સરળ એટલા જ વધારે મહેનતુ હતાં. તેમની કામ કરવાની રીત જાણે એક અદભુત છટા હોય. જેવા મેં એ સર ને જોયા અને તરત જ મારી અંદર એમના જેવી પર્સોનાલીટી વિકસાવવાની તીવ્ર ઈચ્છા જાગૃત થાય. અંગ્રેજીભવન માં ભણવું જેટલું આસાન લાગ્યું એટલું આસાન હતું નહીં. જેમાં જેમાં દિવસો ગયા એમ એમ કામ નું વજન માથે ચડતું ગયું. સમયસર કામ કરાવવું એ સર નો નિયમ હતો. પણ આતો વિદ્યાર્થી જીવન, સમયસર કામ કરવું એતો જાણે કાંટા ની જેવું વાગતું હોય એવુ છે.
મારાં એ 2 વર્ષ એટલા અદભુત રહ્યા કે ન પૂછો વાત. નાસ્તો કરતી વખતે મંડળી જમવાની ને એક બીજા નાં ભીજનનો લાભ લેવો એ જીવનનો એક યાદગાર પ્રસંગ છે.
નવરાશ નાં સમયમાં બાકડા પાસે બેસી ને અવનવી વાતો કરવી અને કેટલીય ગપશપ કરવી. ભવન પાછળ એક સરસમજાનું તળાવ અને ત્યાં જઈને કુદરતી વાર્તાવરણમાં ફોટા પાડવા. અંગ્રેજીભવન એક એવી જગ્યા છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું.
Super di
ReplyDeleteRight...
ReplyDeleteReally Department of English,MKBU is turning point of many students.