પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક અદભુત નવલકથામાંથી બનાવેલ આ ફિલ્મ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય.
શરૂઆત ની 1 કલાક અને 30 મિનિટ માં પ્રેમ, દ્વેશ - ઈર્ષા, જૂની ધબ અને રીતભાત દેખાડવા માં આવે છે જેમાં અનેક ના જીવન બરબાદ થેયેલા દેખાય આવે છે
કાળું અને રાજુ નાનપણમાં જ સગાઇ ના બંધનમાં બંધાયને પ્રેમ ના રૂડા સપના જોવા લાગે છે, આખરે જ્યાં પ્રેમ ત્યાં ઈર્ષા અને દ્વેષ તો જોવા મળે જ અને આમ આ બન્ને પ્રેમી બાળ ને વિખુટા પાડી અલગ અલગ પાત્ર સાથે બાંધવામાં આવે છે
બન્ને બાળકો મોટા થાય છે અને પોતાના લગ્ન જીવન નો અલગ અલગ પાત્ર સાથે આરંભ કરે છે રાજુ પોતાના નવા પાત્ર નો સ્વીકાર કરે છે પણ તેની જ સામે તેની નંણદનો વાર એટલે કે કાળું તેને પત્ની નો સ્વીકાર કરી શકતો નથી ધીરેધીરે જીવન ગાડીયે ચડે જ છે કે ત્યાં તો 56 ઓ કાલ આવી પોહોંચે છે અને બધા જ ગામ વાસીઓનુ જીવતર નષ્ટ થઈ જાય છે
ઘરમાં અન્ન નો એક દાણો જોવા ન મળે એવી સ્થિતિ માં લોકો ને જીવવાની ફરજ પડી પણ સવાલ એ હતો કે અનાજ વગર કેમ નુ જીવાય.
ભૂખ તો ભારે ભૂંડી ઈ આ 56 નિયા કાલે દેખાડ્યું. ઢોર - ઢાખર ની લૂંટ થવા લાગી અને ઢોર ને જ પોતાનો ખોરાક સમજી માનવી ખાવા લાગ્યો. ગામમાં લૂંટ થઈ અને ભેંશો ની ચોરી થઈ એક આખુ ટોળું ગીઘ ની જેમ ભેંશ ને નોચવા લાગ્યું અને ખાવા લાગ્યું
એક માં જેને આપડે જન્મદાતા, જીવન ઘડનારી કહીયે છીયે એ પોતાના નવજાત બાળક ને પેટ ફાડી ખાતી હતી આનાથી વધારે ભયકંર તો બીજું શું હોય....!
અન્નના ફાફા પડ્યા અને માનવી માનવી નો વેરી બન્યો, પણ આમાં માનવીનોય શું વાંક..... ભૂખ ક્યાં કોઈ દી કોઈની ભલી થઈ છે તે આજે થવાની હતી.
ધરતી ફાટી, વૃક્ષો સુકાણા, સ્ત્રીઓ નો ભોગ લેવાનો, માં ડાકણ બની, માનવી માનવી નો વેરી થયો આનાથી વધારે આફત વળી બીજી તો કઇ હોય....???
આખરે અને અંતે વરસાદ આવ્યો પણ, પણ શું જે જોયું એ ભુલાય ખરું?
This comment has been removed by the author.
ReplyDeletejay hind 🇮🇳
ReplyDelete🎉🎉🎉🎉🎉
ReplyDeleteThanks 4 comment
DeleteSuperb 👌
ReplyDeleteThank you so much di
DeleteSuperb 👌
ReplyDelete👍👍👍
ReplyDeleteThank you
DeleteVery well written 👌👌
ReplyDeleteThank you dear 🤗
Delete