થોડાક સમય પહેલા મે એક સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી. લગભગ સ્કૂલમાં મેં ત્રણ થી ચાર મહિના નોકરી કરી પણ એ સ્કૂલ દરમિયાન કે જીવનમાં લગ્ન કર્યા પછી આપણી શું વેલ્યુ છે એ સમજવું ખૂબ જ અઘરું છે મને બસ એક કામ કરવાનું સાધન અને કમાઈ ને દેવાનું સાધન જ સમજે છે. ઘણા ઘરમાં મેં જોયું છે કે વહુ ને બહુ સારી રીતે રાખે છે. અને ઘણા એવા પણ ઘર મેં જોયા છે કે જ્યાં વહુ ને બસ નકરું કામ જ કરાવવામાં આવે છે. મેં જે સ્કૂલમાં નોકરી કરી એ સ્કૂલમાંથી જેટલા પણ પૈસા આવતા હતા એ બધા મારે મારા સાસરીયા વાળાને દેવાના. અરે એટલું તો સમજો કે આ એક સ્ત્રી છે એને પણ પૈસાની જરૂર છે એનું પણ એક બાળક આવશે એને એના પૈસા જોશે એક એક રૂપિયાનો હિસાબ લઈ જવો એ ક્યાં સુધીની વ્યાજબી વાત છે. હું જે જગ્યાએ પરણી છું ત્યાં બસ આ જ રીતનું વર્તન કરવામાં આવે છે મારે કામ કરવાનું અને કમાઈને દેવાનું બસ. હું એ લોકો માટે એક સાધન જ છું, એ લોકોને મારા પ્રત્યે કોઈ લાગણી, ભાવના કે પ્રેમ છે જ નહીં. મારો પગાર થાય એ પહેલા ઘરેથી ડિમાન્ડ કરવામાં આવે કે પગાર લાવો - પગાર લાવો અરે પણ સ્કૂલમાંથી પગાર થાય તો હું પગાર આપુને. અચાનક ઘરમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે મારા સસરા પાસે પૈસા જ નથી અને મારા હસબન્ડ પાસે પણ પૈસા નથી અચાનક મારા હસબન્ડ ની સેલેરી આવવાનું બંધ થઈ ગયું એવું તો કેમ બની શકે મારી સેલેરી ઉપર આખું ઘર ચાલ્યું તો પણ હું એ ઘર માટે સારી પોઝીશન હાંસલ કરી જ ના શકી, કેમ ખબર છે? કેમ કે હું એ ઘર માટે હું એક સાધન છું. કમાવાનું અને કામ કરવાનું બીજું કંઈ જ નથી મારી સાસુ મારી પાસે નકરું કામ જ કરાવ્યા કરે. તો શું હું એ ઘર માટે એ બધું કરવા જ છું? હું એ ઘરમાં કરું છું શું? મને એ સમજ નથી આવતું🤔
લગ્ન જીવનના 4:30 વર્ષ વીતી ગયા. અત્યારે મારે પાંચ મહિનાનું એક બાળક છે. મારે એ બાળક માટે કાંઈક તો કરવું ને? મારુ બાળક આખી જિંદગી વંચિત રહેશે તો? હું અને મારું બાળક કોના માટે જીવીએ એકબીજા માટે જ ને? મારા હસબન્ડ ને તો બસ એક જ વસ્તુ આવડે છે, એની જોબ અને એનો ફોન બસ બીજું કંઈ જ નહીં. એનું બાળક શું કરે છે? એની વાઈફ શું કરે છે? એનાથી ને કંઈ જ મતલબ નથી. આ આદમી સાથે રહેવું બહુ જ અઘરું છે. જેને ખૂદ ડિસિઝન લેતા આવડતું જ નથી. મારું બાળક આજે પાંચ મહિનાનું કમ્પલેટ થઈને છઠ્ઠા મહિનામાં એન્ટર થયુ. એને પિતાનો પ્રેમ મળ્યો જ નથી. એવો તો કેવો બાપ છે કે જેને પોતાના બાળક પ્રત્યે સહેજે લાગણી જ નથી. એને તો બસ સ્ટોરી એને સ્ટેટસ લગાવતા આવડે, રીયલમાં બાપ શું કહેવાયને એ એને ખબર જ નથી. સ્ટોરી અને સ્ટેટસ લગાવવાથી બાપ નથી થઈ જવાતું પોતાના બાળકને ટાઈમ ટુ ટાઈમ પ્રેમ આપવો, એની પાસે બેસવું એને રમાડવું એને પ્રેમ કહેવાય. પોતાના બાળકને સારી સારી વસ્તુ શીખવાડવી, સમજાવવી, પોતાની પાસે રાખવું એને બાપ કહેવાય. બાપનો પ્રેમ કોઈ આપી નો આપી શકે. મને તો એ પણ ડર લાગે છે કે મારૂ બાળક આખી જિંદગી એના બાપ ના પ્રેમથી વંચિત તો નહીં રહી જાયને? કેમકે મારા બાળકના પિતાને એની કોઈ રિસ્પોન્સિબીલીટી ખબર જ નથી. કોને ખબર ક્યારે સમજશે વધુ, સમજશે કે નહિ સમજે એ પણ એક મોટો વિચાર છે?
આજે મારા હસબન્ડ 30 વર્ષના છે પણ મને નથી લાગતું કે હજી બીજા 30 જશે ને તો પણ એને કઇ સમજાશે મને નથી લાગતું. એક આદમીને બધા પ્રત્યે પોતાની જિમ્મેદારી હોય. પોતાના મા-બાપ, પત્ની અને પોતાનું બાળક. પણ આને તો ફક્ત અને ફક્ત એના માતા-પિતા તરફ જ છે બધું. તો હું અને મારુ બાળક એની જિંદગીમાં શું કરીએ છીએ? અમારી વેલ્યુ છે જ નય એની જિંદગીમાં. એના માતા-પિતા એમ કેય તારી પત્ની અને તારા બાળકને લેવા ના જતો તો એ અમને લેવા ના આવ્યો. તો આ કઈ જાતની જવાબદારી થઈ? એ માણસને એવી નથી ખબર પડતી કે મારા બધા તહેવારો મારી પત્ની અને મારા બાળક વગર વયા જાય છે? દિવાળી જેવો સારામાંસારો તહેવાર એ માણસે રખડવામાં કાઢી નાખ્યો. પણ એને એ ના થયું કે મારું બાળક શું કરતું હશે? આવા આદમી જિંદગીમાં હોય ને એની કરતા ના હોય ને એ વધારે સારું. હું તો એમ કહું છું કે આવા માણસને બાળક પેદા કરાવવાનો કોઈ હક જ નથી. સ્ટોરી અને સ્ટેટસથી જો બાપ થઈ જવાતું હોત ને તો આખી દુનિયા એમ જ બની ગઈ હોત બાપ. આટલી મોટી એજમાં કોઈ માણસ ડીસીઝન કેમ ન લઈ શકે? આખી જિંદગી એ માણસે કર્યું શું? મને એટલી ખબર પડે છે આપણી તેવડ બહારની વસ્તુ હોય ને એ કરાય જ નહીં. કેમકે પત્નીની તો જિંદગી બગડી હોય આપણા બાળકની જિંદગી બગડેને તો આ સારું ના કેવાય.છે
મારા મા-બાપ અને મારા બંને ભાઈ સમજદાર છે અને મારા બાળકને ઉછેર કરવામાં મને મદદ કરે છે અગર મારા મા-બાપ અને મારા બંને ભાઈ ના હોત તો મારા બાળકનું શું થાત? મારુ બાળક તો આખી જિંદગી બધાના પ્રેમ માટે વંચિત રહી જાત. ને આજ સુધી મને મારા બાળકના પિતા સાથે લગ્ન કરવા માટે અફસોસ હતો, આજે મને એ વાતનો પણ અફસોસ છે કે મેં આ બાળકને જન્મ આપ્યો એવા માણસથી કે જેને બાપ હોવાનો કોઈ ગર્વ જ નથી.

No comments:
Post a Comment